ભુલવાનું જ રાખીએ આપણે યાદ;
એમાં જ જીવન થઈ ગયું બરબાદ; ... અજ્ઞાત
નાના મોટા, સાચા ખોટા ના જોતાં,
એમના સંગ કર્યો સદા વાદ વિવાદ;
બાળપણના મિત્રો પણ હવે છુટયા,
એમનાથી ક્યાં થાય છે કોઈ સંવાદ?
સ્વાર્થમાં લિપ્ત થઈ ગયા ને પાછા,
કરતા રહીએ છીએ બસ ફરિયાદ;
સ્વાર્થ છોડીને જો સાલસ બનીશ,
તો, જીવન તારૂં થઈ જશે આબાદ;
સત્કર્મ અને નિઃસ્વાર્થની ભાવનાથી,
જીવીત રહીશ "વિએમ" મૃત્યુ બાદ;