દાસીજીવણ સાહેબની વાણી...૨૭
🍀🍀🍀🍀🍀🍀🍀
ભજ હી મન લાલ લાલ
ભજી લે ગોપાલ રે
દશમે દ્વારે રતન દિશે,મેરમ મનકી માલ રે
પારખ વિના ખોટું પડે,બુદ્ધિ વડો ખ્યાલ રે
માણેક મોતી રતન અમુલખ હીરા ઝવેરી લાલ રે
રાઈ રેખા પર રતિનો મુડો સાચું સોળે વાલ રે
આશક બાજી જૂઠી જાણો,જુઠું આળ જંજાળ રે
ભજવું હોય તો આજ ભજી લે,કોણે દીઠી કાલ રે
દાસીજીવણ ભીમને પ્રતાપે, કહું છું એમ કંગાલ રે
સઇ કર્યા તેને શામળો વર્યા, નિષચ્ય થયા ન્યાલ રે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻