આ જીવન છે સાહેબ !
એક ક્ષણ માં બદલાઈ જાય છે,
થોડું હસવા જઈએ ત્યાં ,
એક ક્ષણ માં રડવા માટે મજબૂર કરી જાય છે,
થોડો વિશ્વાસ કરીએ ત્યાં,
એક ક્ષણ માં ખોરવાઈ જાય છે,
પુષ્પ ની માફક થોડું ખીલવા જઈએ ત્યાં,
એક ક્ષણ માં કરમાઈ જાય છે ,
થોડા સંબધો સાચવીએ ત્યાં,
એક ક્ષણ માં વિખેરાઈ જાય છે,
આ એક જ ક્ષણ ની જિંદગી છે સાહેબ !
થોડું જીવવા જઈએ ત્યાં,
એક ક્ષણ માં જ છીનવાઈ જાય છે...