દાસીજીવણ સાહેબની વાણી...૨૫
🌼🌼🌼🌼🌼🌼🌼
નહિ જાવે રે નર નહિ જાવે
જેણે સદગુરુ સંતોને સેવ્યા નર નહિ જાવે
આવાગમનનું એને કાંઈ નથી અડતું
સરપ કાંચરડી છોડી દુજી લાવે
જેણે...
પ્રેમના પ્યાલા જેણે ભરી ભરી પીધા
અમૃત છોડી વિખ નહિ ખાવે
જેણે...
તન મન ધન લઈ ગુરુજીને સોંપ્યા
દુબધ્યા છોડી રેવું નિરગુણ દાવે
જેણે...
ભીમ ભેટ્યા મારા ભવદુઃખ ભાંગ્યા
દોઈ કર જોડી દાસીજીવણ ગાવે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻