ગાંધી..!
૧૯૧૫માં જયારે ગાંધીએ વિદેશની ધરતી પરથી સ્વદેશની ધરતી પર પગ મુક્યો હશે ત્યારે કેટલાં વિચારો અને નિર્ણયો સાથે પગ મુક્યો હશે એ કોણ જાણતું હશે..!
ગાંધીના વિચાર અને નિર્ણયોની જાણકારી હશે ગોપાલ કૃષ્ણ ગોખલે ને..!
ગાંધીના આમંત્રણ પર ગોખલે ગાંધીને મળવા માટે આફ્રિકા ગયા ત્યારે, ગાંધીએ સાઉથ આફ્રિકામાં લડેલી ગોરા-કાળાની લડત જોઈએ ને ગોખલે ને લાગ્યું હશે કે ગાંધી ભારતમાં બદલાવ લાવી શકે એમ છે પણ એ માટે ભારતની સમસ્યા શું છે એ ગાંધીને જાણવું રહ્યું અને ત્યાર પછી એક રાજનૈતિક ગુરુ તરીકે ગાંધીને ભારતમાં રહેલી સમસ્યા માટે ભારત ભ્રમણ કરવાનું કહ્યું હશે.
ભારત ભ્રમણ કરતાં કરતાં ગાંધીએ અનુભવ્યું હશે કે ૧૮૫૭નો સંગ્રામ ભારત ક્યાં અને કેમ હાર્યું..! ગાંધીએ અનુભવ્યું હશે કે આ દેશના અમુક લોકો હજી આ દેશને પોતાનો માનતા જ નથી અને એટલે જ તો અંગ્રેજોને ત્યાં સૈનિક તરીકે નોકરી કરે છે...અને તેમનાં તલવા ચાટે છે અને તેમણે આપેલાં ઓર્ડર પ્રમાણે પોતાના જ લોકો પર ગોળીઓ ચલાવતા ખચકાતા નથી...આ દેશના રાજાઓ એ હદ સુધી અંગ્રેજોનાં ગુલામ અને દેવાદાર થઇ ગયા છે કે અંગ્રેજો સામે જો ૧૮૫૭ જેવી હિંસક લડત લડવામાં આવે તો હું મારા લોકો ને જ ખોઈ બેસું...! ત્યારે જન અંદોલન નો જન્મ થયો હશે..!
જન આંદોલન વગર જીત શક્ય ન હતી...! જન આંદોલન એટલે લોકોને જાગૃત કરવા..! પોતાના દેશ પ્રત્યે પ્રેમ જગાડવાની ભાવના અને લોકો ને સાથે રહીને ચાલવું..! ‘જન’ એ જ સાચી તાકાત છે..! જ્યારે કોઈ સમસ્યા સુધી જન ખુદ નાં જોડાય ત્યાં સુધી એ સમસ્યા ને ઉખાડી શકાય નહિ..! ખાસ કરીને આ દેશમાં આ દેશમાં પ્રાંતે પ્રાંતે પંથ અલગ છે અને વિચાર અલગ છે એ વિચારને જ્યાં સુધી એક સાથે જોડવામાં નાં આવે ત્યાં સુધી સમસ્યાનું સમાધાન નીકળે નહિ..!
બાપુને ગાળો દેવા વાળા હશે પણ બાપુએ જન આંદોલનથી સમસ્યાનો સમાધાન કરવાનો રસ્તો બતાવ્યો હતો..! તમે રોજ ઉઠીને જયારે મોંઘવારીની કે પછી ગરીબીની સમસ્યા જોઇને મારી જેમ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતાં હશો..ગાળો કોને દેશો ? સરકાર ને ? અંબાણી અદાણી ને અને ચુપ થઇ જશો..! ભારતની ગરીબીની સમસ્યા જોઈએને કોઈ પણ શરમ વગર માત્ર સફેદ ધોતિયું પહેરીને દેશમાં ફરી શકવાની તાકાત તમે ધરાવો છો ? નાં ત્યારે તમને અને મને અંહકાર આવશે..! હું શું કામ કરું ? મારા એકલાને કરવાથી શું થશે ? શું બદલાવ આવશે ? હેને ?
એવા જ શાસ્ત્રી હતા...! બાપુએ ચિંધેલા રસ્તે ચાલનાર આઝાદ ભારતના બીજા પ્રધાનમંત્રી...! ભારત પાસે ખાવા માટે અનાજ ન હતું..! એક ટાઈમ ઉપવાસ રાખીને ખુદ એનું પાલન કરી બતાવનાર પ્રધાનમંત્રી..!