*ગઝલ - સહેલું નથી*
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
મોતનું સ્ટેશન જુઓ છેલ્લું નથી.
જિંદગીનો આખરી પહેલું નથી.
કર્મ સાર્થકતા મુજબ મળશે જ ફળ,
એ મળે મોડું, ભલે વહેલું નથી.
બસ ખુલા આકાશમાં ઉડવું ગમે,
ભીડમાં મારું હૃદય રહેલું નથી.
પ્રેમ છે, એથી પ્રસંગ દીપી ઊઠ્યો,
મેં જબરદસ્તી કશું કહેલું નથી.
જો કહો ખોટું નથી એ માનતું,
આજનું સંતાન મા ઘેલું નથી.
કાળક્રમની છે અસર, ફાટી ગયું,
જિંદગીનું વસ્ત્ર કંઈ મેલું નથી.
જિંદગી મૂકવી પડે છે દાવમાં,
ઝેર પીવું એટલું સહેલું નથી.
એટલે અંધાર ત્યાં વ્યાપી ગયો,
"દીપ"નું અજવાળું પ્રસરેલું નથી.
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
*દીપક સિંહ સોલંકી દીપ