કવિ-વાર્તાકાર વિનોદ ગાંધીનો નવો
વાર્તાસંગ્રહ 'તમે સાક્ષાત્ એક વાર્તા છો' ૨૦૨૧ની પહેલી જાન્યુઆરીની
વહેલી સવારે તમારે બારણે ટકોરા મારશે. પ્રેમથી બારણું ઉઘાડજો,
એને આવકારજો.
એને
ચા-બા પિવડાવજો.
મનહૃદયને હલાવી નાંખતી ભાતીગળ
કલામય,વાસ્તવના ધરાતલ પર નૃત્ય કરતી આ વાર્તાઓ તમને વારંવાર
વાંચવી ગમશે.પ્રેમ,પીડા અને જીવનના અતલ રહસ્યોને નિરુપતી
આ વાર્તાઓ વાર્તાકાર વિનોદ ગાંધીની સફળ સર્જનાત્મકતાની
પિછાણ કરાવશે.
લજ્જા પબ્લિકેશન, વિદ્યાનગરના બેનમૂન પ્રકાશનનો બાહ્યાંતર સૌંદર્યનો ઉત્તમ આવિષ્કાર !!
*તમે* *સાક્ષાત્* *એક* *વાર્તા* *
*છો*