રોજ બરોજની આ જ જિંદગીમાં આપણે અનેક વિચારોમાંથી પસાર થતા હોઇએ છીએ. આ વિચારો બે પ્રકારનાં હોય છે.એક છે હકારાત્મક વિચારો અને બીજા છે નકારાત્મક વિચારો.
સારા વિચારોનુ વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવીએ.
આજના યુવાનોમાં ત્રીજા ભાગના યુવાનો નકારાત્મક વિચારો કરતા હોય છે, જેનાથી તેમના જીવન પર ખરાબ અસર પડવાની સંભાવના રહેતી હોય છે જેથી દરેક જીવે નકારત્મક વિચાર કરવાને બદલે હકારાત્મક , ઉચ્ચ, આશાવાદી, અને સર્જનાત્મક વિચાર કરવા જોઈએ જેથી તે યુવાન સાચા અને સારા માર્ગે જવામાં સફળતા હાસીલ કરી શકે છે
આપણા મનમાં ક્યારેય ખોટા વિચાર ના આવવા જોઈએ જેમકે ‘‘હુ ખોટો માણસ છુ’’ ‘‘હુ બદનસીબ છુ’’ આવા નકારત્મક વિચારો આપણા મનમાં ભુલે-ચુકે પણ ના આવવા જોઈએ. તેની દરેક યુવાને આ જીવન દરમિયાન તકેદારી રાખવાની જરૂર છે આવા ખરાબ વિચારો મગજમો સંગ્રહી રાખવા એ ખુબ જ નુકશાન કારક છે.
મનમાં ઉત્પન્ન થયેલ ખોટો વિચાર કોઈક વાર આપણા હાથે ખોટુ પગલુ ભરવામાં પણ મદદરૂપ થાય છે જેથી જીવનમાં આગળ વધવુ હોય અને આનંદ સાથે જીવન ગુજારવુ હોય તો આપણા મગજમાં હકારત્મક વિચારો જ કરવા જોઈએ, ખરાબ વિચારો કરવાથી આપણે આપણા જીવનમાં બુરાઈ ને પ્રવેશવામાં મદદરૂપ થતા હોઈએ છીએ, જેમકે જુગાર, દારૂ, વ્યસન વગેરે જેવી અનેક પ્રકારની ખરાબ સોબત તરફ ધકેલાય જતા હોઈએ છીએ. જેથી આવા યુવાનો બરબાદ થઈ જતા હોય છે.
ખરાબ વિચાર કરવાથી આપણે વિનાશ ને નોતરૂ આપીએ છીએ એમ માની ખરાબ વિચાર કરતો અટકી જવુ જોઈએ અને સારી વિચાર ધારા પ્રગટ કરવાના પ્રયત્નો કરવા જોઈએ.
Rajeshwari Deladia.