કવિ શ્રી ભરત ભટ્ટની પંક્તિ પરથી તરહી...
આંખમાં આખુંય રણ ડૂબી જશે,
ને ક્ષણોનું એક ધણ ડૂબી જશે.
એ સ્મરણમાં જીવતા રહેશે સતત
પણ સમયનું એક વ્રણ ડૂબી જશે.
એ ભલે ઈચ્છા મુજબ વર્તે છતાં,
છે ગઝબનું આવરણ ડૂબી જશે.
લાશ સમજે છે પરાયું એક જણ,
એક જણ માટે ઝરણ ડૂબી જશે.
સામ સામે તો જીવાશે નઈ કદી,
સામસામે છે મરણ,ડૂબી જશે.
એટલે અંતે અમે ઝુક્યા નહીં,
એમના પંથે ચરણ ડૂબી જશે.
શક્યતાઓ છે પરંતુ મૌન છે,
એમની આંખે હરણ ડૂબી જશે.
કોઈ પણ રીતે તને હું પામવાનો,
જે હશે રંગીન ક્ષણ,ડૂબી જશે?
વિનુ બામણિયા "અતીત"
ગોધરા.16/12/17