બાહ્ય રૂપ રંગ નો નિખાર સારો ખોરાક લઈને લાવી શકાય,
પણ મન અને હૃદય તો હંમેશા સારા કર્મ અને સારા વિચારોથી જ નિખરે છે....
બાહ્ય રૂપ રંગ તો ફિક્કા પણ પડે છે,સમય જતાં કરચલીઓ પણ પડે છે,આંખે કાળા કુંડાળા થાય છે,ઓછું દેખાવા લાગે છે,વાળ સફેદ થવા લાગે છે,કાને ઓછું સંભળાય છે,બત્રીસી પણ પડી જાય છે.
પણ,
મન અને હૃદયને કોઈ ઉંમર કે કોઈ સમય નડતો નથી,
એ હંમેશા ખીલેલા પુષ્પ જેવા હોય છે....
જે હંમેશા ફોરમ ફેલાવ્યા કરે છે,
બસ એ ફોરમ માં ચિંતારૂપી રજકણ ના ભળવો જોઈએ....
જીવન હંમેશા વર્તમાન માં જ હોય છે..
ભૂત કે ભાવિનો જીવંત રહેવા સાથે કોઈ સંબંધ નથી....
-@nugami