તારા શબ્દો ના સથવારે જીવી રહ્યો છું,
તારા લાગણી થી બાંધેલા સબંધ થી જીવી રહ્યો છું.
હુફ ની એક વ્યથા છે, કે તારી પ્રેમ ભરી હુફ ના સથવારા વિના જીવી રહ્યો છું.
હવે તો એક સંબધ બંધન માં પરિણમે માટે જીવી રહ્યો છું,
તિરાડો ઘણી થઈ સંબધ ને આગળ વધારવામાં,
હવે એ તિરાડો ને બુરી ને આગળ બંધનમાં તબદીલ કરવા માટે જીવી રહ્યો છું.
એક થઈ ને આગળ ચાલવું એ રસ્તે જીવી રહ્યો છું,
"સ્વયમભુ" થઈ શબ્દો ના સથવારે ભાગ્ય સાથે જીવી રહ્યો છું..!
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"