કવિતા
જીવનની એક દશા કહી આપું,
જે વેઠી છે મેં વ્યથા કહી આપું.
હતો પથ જન્મથી મોત તરફનો,
વચ્ચે ભટક્યો, દિશા કહી આપું.
કત્લ તમામ અરમાનનું થઈ ગયું,
હતી એ મસ્ત, નિશા કહી આપું.
ન આપો સહારો લથડતા દેહને,
ચેનથી મરું હું, ઈચ્છા કહી આપું.
હરેક જીવનની એક સંધ્યા થાય,
શબ્દમાં મોતની ભાષા કહી આપું.
"મનોજની" મોત સુધીની સફર છે,
તમે કહો તો એ પણ કહી આપું.
મનોજ સંતોકી માનસ
(કવિતા બે વર્ષ પહેલાંની છે આજે હાથ લાગી એટલે પોસ્ટ કરી)