થોડા કિસ્સા કહું તમને જીવનસાર ના,
અમે આશિક રહ્યા રૂપના દિલદાર ના.
રક્તના ચિત્ર દોરતું રહ્યું છે આ નગર,
દુષ્કાળ પડ્યા છે અહીંયા પ્યાર ના.
ખુલ્લા બદન પર થતી રહે છે વાતો,
કેવા રૂપાળા અંગ છે તે નાચતી નાર ના.
જખ્મો એવા થયા છે વાસનામાં,
કોઈ વિકલ્પ નથી રહ્યા ઉપચાર ના
વહેંચાતા બદન શાહુકારોના નગરે,
નિશાન હજુ છે વાસનાની માર ના
આંખોના ઈશારે નચાવે જવાની,
પગરવ થયા છે પ્રણયમાં ખાર ના
મનોજ બ્રહ્મચારી બનવાનું રહેવા દે,
એ જ પગથિયાં છે જીવન ઉદ્ધાર ના.
મનોજ સંતોકી માનસ