સવારામ બાપુ ની વાણી
💐💐💐💐💐💐
🌲🌲રાગ લાવણી🌲
એ જી અમરવેદના કોઈ ઉપાસી અમરવેદને પરખે પાંચે અવીગત અલખ લખા વીનાના કોરા કાગળ ને તે વાંચે,ટેક
વાંચે એની વિગત બતાવું જેની સુરતા ચડી શબ્દ સાથે, રે,
પારખ પુરૂષ વિના પત્ની ને અવર દુજે નહીં ભાસે,
અમરવેદ ના,
એકાકાર આકાર વિનાનો પુર્ણાનંદ આવો પાસે નુર નીરંતર નજરું ની આગે સીધું મળી સાગર સાથે રે,અમરવેદ ના,
વ્રણાવ્રણ નહીં પાર નહીં પોથી શ્રોતા વક્તા નહીં દાસી કે દાસે નિરાધાર નીરખો ને નિરંજન પ્રગટ ખેલ સહુની પાસે, રે,અમરવેદના,
મીન વીહંગ નો માર્ગ બતાવી કોઈ સતગુરુ દાતા દેશે,દાસ સવો કહે ભવોભવ ભેળા જેમ ફુલ સુગંધ સાથે રેશે, રે, અમરવેદના,
⛳⛳⛳⛳⛳⛳
સતગુરુ ચરણમાં વંદન
🙏🙏👣👣🙏🙏