એક સાચી સમજણ..
સાસુની ફરિયાદ
વહુ મારી કહ્યામાં નથી..(૨)
શું કરું ઉપાય.!??
એ ભલીને ને મોબાઇલ ભલો,
આખો દિ વ્યસ્તતા અપાર..
કામ કાજમાં ધ્યાન નહિ ને,
ઉતાવળે વેઠ અપાર..
મારી બેટી મંદિરે ના જાય ને,
બિગ બોસ માં રસ અપાર..
ભણી ગણી મોટી થઈ ને,
મોં ફટ વાંચા અપાર..
લિપસ્ટિક, મેક અપ કરી ને,
નિખરે રૂપ અપાર..
પૈસાનું પાણી કરે ને,
હોટલમાં જમવા ની ચાત..
દેવાલયે જાય નહિ ને,
ફિલ્મનો શોખ અપાર..
હાય રે! નસીબ મારા ફૂટ્યાં ને,
આ ભવનું દુઃખ અપાર..
કોઈ તો કહો, હવે શું કરું ઉપાય..!! (૨)
*****
~ સાચી વહુની વાત ~
સાસુ મારી અબુધ સમજે ને,
દુનિયાનું જ્ઞાન અપાર..
દીકરીને તો કંઈ કહે નહિ ને,
વહુને બોધ અપાર..
રીત રિવાજો શીખવે નહિ ને,
શોધે ખામીઓ અપાર..
મંદિરે હરિ દર્શન કરીને પણ,
કરે વહુની પંચાત અપાર..
હું ડીગ્રી વાળી વહુ છતાં પણ,
અભણના મેણા ટોણા અપાર..
સમય પ્રમાણે વર્તું છું હું ને,
દીકરાનો પ્રેમ અપાર..
લિપસ્ટિક મેકપ કરવા ને,
આપે પતિદેવ ભેંટ અપાર..
અપટુડેટ રહું છું હું ને,
તેનો પડે છે વટ અપાર..
દેવાલય ના જાવ ભલે ને,
શ્રદ્ધા ઘરના દેવાલય માં અપાર..
ના કરો ફરિયાદ કોઈ બીજાને,
આઈનામાં જ પ્રતિબિંબ જોવાય..
મારા પછી તારો ને,
પછી મારો વારો, એવું ના કદી બોલાય..
જે આપો તે મળશે પછી ને,
કિસ્મતને ના દોષ દેવાય..
પ્રેમ જોઈએ તો પ્રેમ આપો ને,
કટુ વેણ ના બોલાય...
સમજણ કેળવો તમે પહેલા ને,
પછી વહુને દોષ દેવાય..
ચહેરો જોવો ધ્યાનથી મારો તમે,
તમારી જ ઝાંખી થાય..
કેમ ભૂલો છો સાસુમા,
તમારું પદવી માં પ્રમોશન થાય...
માફી પીરસાયું કડવું ભલેને,
એ જ ગુણકારી કહેવાય..
મને પ્રેમ એ શીખવાડો રીતભાતને,
તો જ સાચી સમજણ કેળવાય..(૨)