શબ્દો માં તો ,કહેવાપણુ ફક્ત હોય છે,
ઝખ્મી હ્દય ક્યાં પીડાથી મુક્ત હોય છે.
કંડારી ના શકીયે, આંખો માં આંસુથી,
વિરહી જો યાદો માંહી અનુરક્ત હોય છે.
શરમાઇ ને લજામણી જેવા રહો લાજી,
ક્યારેક લાગણીઓ જો સુષુપ્ત હોય છે.
શબ્દોમાં છે હ્દયની અનુભૂતિ ગજબ ખરી,
પ્રેમાળતા હ્દય માહી , લુપ્ત હોય છે.
આનંદ છે મુસાફર દુનિયા ખરેખરે,
અનુભૂતિ મહીં એવી વાતો ગુપ્ત હોય છે
-મોહનભાઈ આનંદ