ક્યાં કોય જીવે છે જગતમાં સ્વાર્થ વગર?
નિઃસ્વાર્થ પણ ક્યાં પુર્ણ છે સ્વાર્થ વગર?
કહેવાય છે કે મા-બાપનો પ્રેમ છે નિઃસ્વાર્થ,
પણ, વ્હાલ ક્યાં દર્શાવાય છે સ્વાર્થ વગર?
કસમો ખવાય જેમાં સાથે જીવવા-મરવાની,
એ પ્રેમ ક્યાં થાય આજ-કાલ સ્વાર્થ વગર?
નથી મરતું અહીં કોઈ પણ મરનાર ની સાથે,
પણ, જીવનભર ક્યાં જીવાય સ્વાર્થ વગર?
લાગણીના સેતુથી બંધાયા છે બધા સબંધો,
છતાં હમેશાં ક્યાં નિભાવાય છે સ્વાર્થ વગર?
લોહીના સબંધથી ઊંચો છે દોસ્તીનો સબંધ,
પણ, દોસ્ત ક્યાં બને છે કોય સ્વાર્થ વગર?
એકબીજાના ટાંગા ખેંચવાની લાગી છે હોડ,
પણ, હાથ ક્યાં લંબાવે છે કોય સ્વાર્થ વગર?
પાલનહાર તો સહુનો એકજ છે "વિએમ",
છતાં, કાયમ એક ક્યાં રખાય સ્વાર્થ વગર?
હોય નિ:સ્વાર્થ ની ભાવના તારા માં "વિનોદ"
એકાદ સબંધ તો નિભાવી જો સ્વાર્થ વગર;