નામ: નિલેશ બગથરિયા
પ્રકાર:મૌલિક રચના
તારીખ:7/12/20
એને સંશય પળે પળે ભલેને હોય,
હું છું હજી પણ શ્રદ્ધા દીપ ભરેલો.
વાત વાતમાં છે એ તો વિવાદ સાથે,
પણ હું સદાય છું સમાધાન ભરેલો.
પથ્થર થવાનું એ ચૂકે નહીં ભલેને,
છું હું હજી પણ એક ઝરણું ભરેલો.
એની પાસે છે કચ કચ ખાલે ખાલી,
હું છું હર પળ જીવન ગીત ભરેલો.
ને એ સાથી છે સંગી છે આ જીવતરે,
માટે જ હું છું સદા કાળે પ્રીત ભરેલો.
....નીલ