Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ગઝલઃ ‘મમતા’*
*છંદ:* _મુઝારિઅ મુસમ્મન અખરબ_
*ગણસ્વરૂપ:* _ગાગાલ ગાલગાગા ગાગાલ ગાલગાગા_

આભાસ થઈ ગયો’તો ભજતાં રવિ સવારે,
મારાં કવચ - કુંડળ લેશે એ નદી કિનારે.

છે મુજ સ્વભાવ માંગો તે દેવું તો તું લઈજા,
આપો તો એક શક્તિ ના જોઈએ વધારે.

જો વાત હોય મિત્રની તો શિર પણ ધરી દું,
કાયર નથી હું દુશ્મન આવે ભલે હજારે.

રણભૂમિમાં જ સાચા યોદ્ધાના પારખાં થાય,
લોકો ભલેને મુજ પર મેણાંઓ છો ગુજારે.

મમતા જે ઝંખતો પલપલ હું રહ્યો પૃથાની
પોતાના માની સૌને સૂતો હું મા સહારે .

*-- જિતેન્દ્રકુમાર બિ. બિલવાલ*

તા. ૧૧/૧૨/૨૦૨૦

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111624856
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now