કેટલું સરળ છે,
સૌને ગમી જવું,
અનિચ્છાએ પણ,
સદા નમી જવું !
માણસ છીએ,
ગુસ્સો આવે તો ,
સહેજ તપી જવું,
પણ પછી શમી જવું !
ના ગમે કોઈ વાત,
તો કંઈ નહિ,
ધીરેક થી ત્યાંથી
સરકી જવું
યારાની યારી સાથે
મોજમાં મહાલી લેવુ!
હરખાઈ જાય હૈયુ એમ,
હસતા મોઢે જીવી પણ લેવુ,
ને, કયારેક લાગે દુ:ખ,
તો થોડુ રડી પણ લેવું !
❤