Gujarati Quote in News by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરમ આદરણીય સ્નેહીશ્રી હસુભાઇની વિદાય એટલે માત્ર ગુજરાત માટે જ નહીં પણ વિશ્વભરના ભારતીય લોકવિદ્યા, ધર્મશાસ્ત્રો,ભારતીય અર્વાચીન- મધ્યકાલીન સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિ ક્ષેત્રે સંશોધન અધ્યયન કરનારા સૌ માટે કદી ન પૂરી શકાય એવી ખોટ....
એક એવા વત્સલ- પ્રેમાળ-બહુશ્રુત વિદ્વાન આપણે ગુમાવ્યા છે કે જેમની ગેરહાજરી કાયમ માટે આપણને પીડા આપ્યા કરશે.
એમનાં નિસ્વાર્થ સ્નેહ, અપેક્ષાવિહિન સૌને મદદગાર થવાની પ્રકૃતિ, નિર્ભેળ પ્રમાણભૂત - આંખ વીંચીને પણ વિશ્વાસ કરી શકીએ એવી - સંશોધનસામગ્રી આપવાની સત્યનિષ્ઠા અને નાનામાં નાની વ્યક્તિ પાસેથી કોઇ જાણકારી મળી હોય તો પણ એનો રુણસ્વીકાર કરવાની વૃત્તિને કારણે તેઓ સૌના આદરણીય બની રહ્યા.
હસુબહેનની વિદાય પછી તેઓ એ કારમો આઘાત પચાવીને પણ ફરી ટટ્ટાર થઇને સાહિત્યસેવા કરતા રહ્યા.
પરિવારજનોને આ વજ્રાઘાત સહન કરવાની શક્તિ પરમાત્મા આપે એવી અંત:કરણની પ્રાર્થના સાથે મારી ગાયો સામે ચાર ભજન - સંતવાણીના ગાન સહિત શ્રદ્ધાંજલિ ......૧૦/૧૨/૨૦૨૦
*નિરંજન રાજ્યગુરુ*

Gujarati News by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111624425
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now