જીવનમાં તારા સપ્તરંગ મને પુરવા રહેવા દે.
આજે ના રોક ઘણું કહેવું છે મને કહેવા દે.
મળી ત્યારથી લાગણીઓમાં તરબતર થયો,
તારી એ ભીનાશમાં ખીલ્યો છું મને કહેવા દે.
ખળ ખળ વહેતા તારા સ્મિતનો હું બંધાણી,
એ કેફ માં જીવવુ ગમે છે એ વાત મને કહેવા દે.
નથી ફિકર મને કોઈ શું કહેશે મારી ગુસ્તાખી પર,
હુર તું છે તોય સાથ રહે ને પળ પળ તું મને કહેવા દે.
-Rohit