ક્યાં ખબર હતી મને.....
કે આટલી સુંદર જિંદગી હશે.
તમારામાં સમાઇને,
પ્રેમથી વિંટળાયેલી હશે.
ક્યાં ખબર હતી મને.....
શબ્દોય સોનેરી થશે.
ચાંદીમાં વિંટળાયેલો,
એ પ્રેમભાવ મળશે.
ક્યાં ખબર હતી મને.....
કે સપનાથી સુંદર ઘર મળશે.
મંદિર સમાન ઘરમાં,
મને ભગવાન મળશે.
ક્યાં ખબર હતી મને.....
કે વાત્સલ્યનો ખોબો મારા પર ઢોળાશે.
તમને પામીને મારું જીવન,
ધન્ય થશે.
ક્યાં ખબર હતી.
-- યશકૃપા
-- શિતલ ગોસ્વામી (કૃપાલી)