"યાદ નથી"
બાકી કોરોના થી કોઈ ફરિયાદ નથી
બસ છેલ્લે ક્યારે
મજા આવી એ યાદ નથી.
વાઈરસે માજા મૂકી છે બરાબર
છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી.
સેનેટાઈજર થી સફાઇ કરી કે
રહી ગઈ છે બાકી એ યાદ નથી.
આમ તો હાસ્ય રાખું છું ચહેરા પર
સાચે હસ્યો તો ક્યારે એ યાદ નથી.
જે કોરોનામા હું ફસાયો હતો
તે કેમ આવ્યો એ યાદ નથી.
ઉભો નથી કતારમાં તારા મંદિરે ઈશ્વર
પણ તને ભૂલ્યો એવી ક્ષણ યાદ નથી.