Gujarati Quote in Motivational by Jayrajsinh Chavda

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અમસતી_વિચ૨ધારા_Post_10
#દેખાવો_વિચારવા_જેવો_એક_વિચાર
#Justice_For_Cow

શું કામ કરે છે હત્યા મારી?,
વેદોએ કહી છે મને માતા તારી;

છું હું પવિત્ર કે પછી બનાવી મને મજબૂર?,
ભગવાન મને તમે કેમ બનાવી લાચાર?;

મારા રક્ષણ કરનારને પણ ઊતારે છે મોતને ઘાટ,
કેમકે મારું માંસ હવે બન્યું છે માનવીનું ખાનપાન;

નથી હું કોઈ સાધારણ પ્રાણી,
દેવોના સાક્ષાત આશીષની એક છું હું અબોલી વાણી;

ભગવાન વધ્યા છે પાપ તણા પાપીઓ,
આવો તમે અને બનાવો બધાને સાચા રાહીઓ!

•ઊપરની પંકિત વાંચીને થતું હશે કે,મે મારી કલમથી ફક્ત શબ્દોને લખીને તમારા સામે મૂક્યા,પરંતુ તેવું નથી મારા શબ્દોની ધારદાર ધાર તમામે તમામ ગૌ હત્યારાઓ માટે છે.છેલ્લા ઘણા સમયથી આપણા ભારત દેશમાં ગૌ હત્યાના કેસો બહુ પ્રમાણમાં સામે આવતા થયા છે.ભારતમાં ઈ.સ.૧૮૦૦ પછી ગૌ હત્યાના કેસો સતત વધતા જ ગયા છે અને આ હત્યાને ધ્યાનમાં રાખીને આપણી સરકારે ૨૦૧૪માં તેને ગેરકાયદેસર પણ જાહેર કરી છે.છતાં આપણી દેશની કેટલીક જનતા ગાયોને પોતાના બાપની જાગીર સમજે છે.

•મારી નજરમાં વધુ પડતાં રસ્તે ફરતી ગાયોને પકડીને તેને હત્યાને ઘાટ ઊતારી દીધી હોય તેવા જ કેસો આવ્યા છે.મિત્રો,માન્યું કે આપણે માણસ છીએ પરંતુ જરાક આપણી માનવ બન્યા પહેલાંની જર્ની જુઓ તો આપણે પણ એક પ્રાણી જ હતાં.ત્યાંથી શરૂ થઈને માણસ મચ્છી,ઈંડા,મરઘી અને બીજા કેટલાય પ્રકારનાં માંસનું ભક્ષણ કરતો થયો અને અંતે તેણે બધી સીમા પાર જઈને ૩૩ કરોડ દેવી દેવતાઓના નિવાસ એવી ગાયોને પણ ન છોડી અને તેના માંસનું પણ ભક્ષણ કરવા લાગ્યો.

•મને લાગે છે ટૂંક સમયમાં આ જ દયાવિહિન માણસોની બુધ્ધિ બધી રીતે ભ્રષ્ટ થઈને માણસના પણ માંસ ખાતો થઈ જશે અને આ વાત મારા માટે તો નવીન નથી કેમકે જેણે આપણા દેવી દેવતાઓની પવિત્ર ગાયને ન છોડી હોય તેના માટે આ વસ્તુ નવીન નથી.

•જે લોકો ખુલ્લેઆમ ગૌ હત્યા કરે છે કે તેને સપોર્ટ કરે છે તે લોકો માટે નીચેની પંક્તિ મારા કલમ તરફથી અમે જે લોકો ગાયોના રક્ષણ માટે સતત કાર્યરત છે તેમને મારા અને મારી કલમના સો નહિ પરંતુ લાખો લાખો સલામ.

તું તારા બાપની જાગીર ન સમજ પાપી,
કેમકે તને બુદ્ધિ મારા જગતના નાથે જ છે આપી;

તારા માટે ગાળો પણ ઓછી પડશે,
અંતે તને મારો દ્રારકાવાળો જ જોશે;

તારું ખરાબ લખીને આજે મારી કલમ પણ શરમાય છે,
પંરતુ સત્યનો અરીસ્સો જ મારી કલમનું કર્તવ્ય છે;

સમજી જા હજુય સમય છે,
જ્યારે ભગવાન હિસાબ લેશે ત્યારે તારો સમય પણ તારો નહિ રહે!

-જયરાજસિંહ ચાવડા

Gujarati Motivational by Jayrajsinh Chavda : 111621763
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now