ગીત !
દરિયાને તીર અમે, કૂદાકૂદ કરીએ,
ઊછળતાં મોજાંને, આંખોમાં ભરીએ.
આથમતા સૂરજના રૂપમાં છે જાદુ,
રંગબેરંગી સંધ્યાનું, રૂપ છે સાદું,
સોનેરી રેતમાં,અમે ઘરઘર રમીએ,
ઊછળતાં મોજાંને, આંખોમાં ભરીએ.
એક- બે- ત્રણ-ચાર, ડગલામાં સૃષ્ટિ,
પ્રેમ અને સ્નેહની, થાય અહીં વૃષ્ટિ.
હાથમાં હાથ રાખી , મોજથી ફરીએ,
ઊછળતાં મોજાંને, આંખોમાં ભરીએ.
દરિયો અમારો , ને અમે દરિયાના,
મરજીવા થઈ , રહેનારા તળિયાના.
દરિયાના ગુસ્સાથી, હવે ના ડરીએ.
ઊછળતાં મોજાંને, આંખોમાં ભરીએ.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'