દર્દની પણ એક , પહેચાન હોય છે,
ઝખ્મો ની પણ કોઈ શાન હોય છે;
છીનવે શાંતિ, ડહોળાઈ જાય બધું,
મોન નું મહામૂલી સન્માન હોય છે;
સોંસરુ નીકળે , કદીક હદયની વચ્ચે,
વ્યથામાં ય કોઈક નું ગુમાન હોય છે;
બેશક હઠીલું, મન માની કરે કદાચિત,
કારણ કાર્ય ની થોડીક શાન હોય છે;
આનંદ ખોવાઇ જાય છે આ જગત માં
પોતાને સ્મરણ કરતું જો ધ્યાન હોય છે;
-મોહનભાઈ આનંદ