એવૂ નિજનામ નિરખો રે
✍🏻 વાલમરામ
🍁🍁🍁🍁🍁🍁🍁
એવૂ નિજ્નામ નિરખો રે,આ તન ત્યાગ કરી
એવૂ સત્તનામ સાચુ રે,જુઠુ નહિ ઍ તો જરી...
રુપ રંગ જેને નહિ,નહિ વર્ણ કે આકાર
નર નારીની જાત નહિ,ઍવૉ કુદરત છે કિરતાર
એવા નાદ બુંઁદથિ ન્યારા રે,નિરખી ને મારી વૃત્તિયો વળી...
હુ તું ત્યા ક્સું નહિ,નહિ જીવ શિવ નો ભાસ
એક નિરંતર અખંડ વસ્તુ,નહિ ધરણી કે આકાશ
એવા પરાપાર પરખ્યા રે,ઓળખ્યા એને અનુભવ કરી...
ખટ દર્શન સાડા બાર પંથ નહિ,નહિ વાણી પુરાણ કે વેદ
ગુરુ ચેલા ની ત્યા ગણત્રી નહિ,એવી અલૌકિક ગતિ અભેદ
એવી સચરાચર એની છાયા રે,વિરલા જાણે વિવેક કરી...
મન બુધ્ધિ થાકી પડે,મોટા જ્ઞાની પણ ગુંચવાય
વાલદાસ કહૅ એને વિરલા જાણે,એનો આપે આતમ ઓળખાય
એવા મગન ગુરુ માળિયા રે,દાસ પર દયા કરી...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻