નજરે મોતી આયા
✍🏻 અરજણ ભગત
🍡🍡🍡🍡🍡🍡🍡
નજરે મોતી આયા,મેં ભેદ બ્રહ્મકા પાયા
ઓહ્ં સોહ્ં જપ જાપ અજ્પા,તૃકુટિ તકિયા ઠેરાયા
ચલી સુરતા કિયા સમાગમ,સુખમન સેજ બિછાયા...
અક્ષરાતિથિ ઉતર્યા મોતી,સુન મેં આઇ સમાયા
વાંકા રંગ સફેદા સુન લે,ગુરુગમ કઈ બતલાયા...
મોતી મણિ મેં મણિ મોતી મેં,જ્યોતે જ્યોત મિલાયા
એસા અચરજ ખેલ અગમકા,દિલ ખોજ સે દરસાયા....
અરસ પરસ અંતર નહિ આણુ,નિરખ પરખ ગુણ ગાયા
દાસ અરજણ સત જીવણ ચરણે,પરાપાર બ્રહ્મ પાયા...
ભાવાર્થ :.....
દાસ અરજણ કહે છે કે મેં પ્રથમ નજર મારી અંદર કરી જોયુ તો ત્યા શબ્દ રુપી મોતી જોવામા આવ્યુ અને મને પરમાત્માનો ભેદ મળી ગ્યો.જીવણ સાહેબે મને જ્ઞાન યોગ ની સાધના કરાવી.આવતા જતા સ્વાશ નો જે અજ્પા જાપ થૈ રહેલ છે,તેનુ સાક્ષિભાવે તટસ્થ નિરીક્ષણ કરવા કહ્યુ.ઍ અજ્પા જાપ થી મારો પ્રાણ શાંત થવા લાગ્યો,મન વિસર્જન થવા લાગ્યુ.અચાનક મારુ ધ્યાન બંને આંખ ની વચ્ચે ના સ્થાન મા ખાલિ આકાશ મા સ્થિર થવા લાગ્યુ.પછી શરીર અને મન આપમેળે જ ભુલાઇ ગ્યા.જેથી મારી શુરતા ઍ કોઇ શરીર મન ની પારના દેશમા પ્રવશ ક્ર્યો.સુક્ષ્મ્ણા દ્વારા શાંતિ ના ઘરમા પ્રવશ કરી આનંદ થી વિશ્રામ કરવા લાગ્યો.જ્યા કોઇ અક્ષરો નથી તેવા નિરાકાર લોક્માથિ શબ્દ મોતી ઉતર્યા.અને શુન્ય આકાશમાં આવી સમાઇ ગ્યા.એનો રંગ મંદિર મા દિ વો બળતો હોય તેવો સફેદ જાણ્યો.આ બધી વાત કોઇ ગપગોળા કે મનની ભ્રમણા નથી.અરજણ ભગત કહે છે કે ખરેખર ગુરુએ જે રીતે મારગ બતાવ્યો તે રીતે ભીતર સાચો અનુભવ કરી ને કહુ છુ.શીખેલ સાંભળેલ વાત નથી.નજરે જોયેલી વાત છે.મોતી મણિ મા અને મણિ મોતિમા એટલે આકાર ની અંદર નિરાકાર અને નિરાકાર ની અંદર આકાર એવી ખુબી છે.મારી અંદર જે સુર્ય-ચંદ્ર વિનાની જે જ્યોત જોઇ હતી તે દેહ ની પાર જ્યોતિ જોઇ જેણે પુરા બ્રહ્માંડ ને આવરી લીધુ છે.જેમા મારી જ્યોતિ વિલિન કરી.
આવો માન્યા માં ન આવે તેવો અચરજ ખેલ અગમ નો છે.જ્યારે મેં મારા સાચા હોવા પણા ની ખોજ કરી ત્યારે દર્શન થયા.શરીરની ખોજ કરતા અલખ પુરુષ અનુભવ મા આવ્યા.મનની પાર જવાથી મેળ પડ્યો.આ સમાધિ ની ઘટના મારા હાથની વાત ન હતી.એતો જીવણ સાહેબના ચરણે ગ્યો તેનો પ્રતાપ છે.પછી પરા અને પરાની પાર પરમાત્મા ના સતત દર્શન થયા કરે છે.શરીર ની અંદર અને બહાર બધે એજ વ્યાપક છે.જ્યા મારી નુરત જાય છે એટલે જ્યા જોઉ છુ ત્યાંથી વાણી ઉઠે છે.એટલે નુરત બોલવા લાગે છે.તરતજ પલ્ટી સુરત રુપે ઍ શબ્દ સંભળાવે છે.નથી પદાર્થ બોલતો કે નથી હુ બોલતો.પરા સુધી નુરત સુરતથી એને અનુભવું છુ.જ્યારે પરાની પાર નુરત સુરત થાકી જાય છે.એટલે વિશ્રામ મા ચાલ્યો જાઉ છુ.જ્ઞાન અજ્ઞાનથી પર ઍ આનંદ રુપિ બ્રહ્મમા ક્રિયા રહિત કિલ્લોલ કરુ છુ.કારણ કે હવે કાઇ મેળવવાનું બાકી રહેતુ નથી.જેથી નિજાનંદ મા રમણ કરુ છુ
📕 મરી નજરે મોતી આયા.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻