શું લખું આજે,
એ જ વિચારતા-વિચારતા સાંજ પડી ગઈ
પછી થયું કે સુરજ વિષે લખું..?
એપ્રિલ મહિનામાં બળબળતો લાગતો ઉનાળો વિષે લખું ?
કોઈની સાથે વિતાવેલી ગુલમહોર સાંજ વિષે લખું ?
કોઈ શિશુ નું રુદન લખું ?
કે પછી ફૂટપાથ ના કિનારે એઠું ખાતાં બાળક નો ઓડકાર લખું?
ચાર આંખો નો બોખો પ્રેમ લખું ?
શમણાં માં જોયેલી પરી ની વાર્તા લખું ?
ઉંબરે ઉભી વાટ જોતી કોઈ નવોઢા ની વાત લખું ?
પછી થયું બસ આટલું જ લખું
કે,
"હું મજા માં છું"....