રસ્તો ખુદ્દારી નો, એક કદમ છે,
શ્વાસ દુનિયા દારી એક કદમ છે.
મોત જીવન વચ્ચે ઝૂલતા જુઓ,
કર્મઠતા છે ન્યારી , એક કદમ છે
છે શરારત પ્રકૃતિ માં, નવું નથી,
ચાલ બદલી પ્યારી ,એક કદમ છે
હદ માં બાંધી, હસ્તિ દુનિયા ની ને,
ચાલતી બેહદ યારી, એક કદમ છે.
છે નયન રમ્ય એની અનુભૂતિ મહીં,
ત્યાં છે આનંદ બારી , એક કદમ છે.
-મોહનભાઈ આનંદ