સુખદુઃખ વહેંચીને જીવવાની જિંદગી.
સાથોસાથ રહીને જીવવાની જિંદગી.
આપણાં હર્ષશોક હોય સહિયારા સદા,
જશ બીજને દઈને જીવવાની જિંદગી.
નથી આપણે સાવ એકલાને અટૂલા,
સૌના દિલમાં વસીને જીવવાની જિંદગી.
છોડીએ બુનિયાદ હોય જે સ્વાર્થની,
કોઈને દોષ ન આપીને જીવવાની જિંદગી.
મળી લઈએ મન ભરીને આજે હવે,
સ્નેહ સરિતામાં વહીને જીવવાની જિંદગી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.