અનુભવ
મિત્રો આજે આપણે અનુભવ વિશે જાણીશું. અનુભવ અનેક પ્રકારના હોઈ શકે છે. મનુષ્યના જીવનમા જન્મથી મરણ સુધીના સમયગાળા દરમ્યાન અનેક પ્રકારના અનુભવમાંથી પસાર થાય છે. ઘણા અનુભવ સારા હોય છે જે યાદ કરીને મનુષ્ય ખુશ થાય છે, જયારે ઘણા અનુભવ કડવા પણ હોય છે જે યાદ કરીને દુ:ખી પણ થાય છે. જ્યાં સુધી જીવન છે શીખતા રહેવું જોઈઅે કારણ અનુભવ સર્વશ્રેષ્ઠ શિક્ષક છે. લાયક બનવા માટે પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી છે, બાકી ઉંમરલાયક તો મૃત્યુ આવે ત્યાં સુધીમાં થઈ જ જવાય છે. ભૂલો જ્યારે થાય છે ત્યારે આપણને દુ:ખ આપે છે, પણ જ્યારે અમુક વર્ષો બાદ એ જ ભૂલો દ્વારા થયેલો સુ઼ધારો એક અનુભવ તરીકે ઓળખાય છે. એક ભૂલથી અનુભવ વધે છે જ્યારે અનુભવથી ભૂલ ઓછી થાય છે.
અનુભવી વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં વધુ પારંગત બની શકે છે. જીવનમાં સારો અનુભવ વ્યક્તિને વધુ આગળ વધવાની પ્રેરણા આપે છે.
તો મિત્રો તમારા જીવનમાં તમને કેવા અનુભવ થયા છે એ યાદ કરો અને એમા કોઈ સુધારાની જરૂર હોય તો ચોક્કસ વિચારી શકાય.
-Violet R Christian