અમે એ એડ્રેસ પર જઈ પહોંચ્યા.. ઘરની બહારની ગલી એકદમ સાફસુથરી વસંતકાકીના હોવાનો સબૂત આપી રહેલી.. મેં રેખા માટે ડેરીમિલ્ક પણ લીધેલી.. ઘરના આંગણામાં નાના છોકરાઓ રમી રહ્યા હતા.. સદનસીબે કાકા પણ ઘરે જ હતા.. એ લોકોને મળીને મેં રેખા વિશે પુછ્યું..
"એ તો બેટા આ નાનકડી "આશા" અમને આપી બહુ દૂર ચાલી ગઈ છે..! " આંગણામાં રમતા બાળકો તરફ ઇશારો કરતાં કાકા બોલ્યાં.
"બેટા, સુવાવડમાં જ.... " કાકી આગળ બોલે એ પહેલા એમના ગળે ડૂમો બાજી ગયો..
રેખા આ દુનિયામાં નથી એ જાણી મને ખુબ આઘાત લાગ્યો.. કાકાએ રમતા બાળકોમાંથી આશાને બોલાવી, મેં રેખા માટે લાવેલી ચોકલેટ નાની રેખાને આપી દીધી..
ઘરે પરત આવતા મારુ મન હળવુ કરવા ભાઇએ વાડી તરફ બાઇક વાળ્યું.. વાડીમાં મેં જોયું કે મારો આંબો સૂકાવાની અણીએ હતો અને મારા ભાઇના આંબામાં હવે મોર(ફુલ) આવી રહ્યા હતા.
મને ગુણવંતકાકાની વાત યાદ આવી રહી હતી., " વૃક્ષ જેટલા વહેલા ફળ લાવે એટલુ વહેલુ સૂકાઈ જાય..!"
કદાચ આ નિયમ માણસો માટે પણ કુદરતે બનાવ્યો હશે એ હવે મને અને કાકાને પાક્કી ખબર પડી ગઈ..
#ફળદ્રુપતા ભાગ ૨