જુઓ ઘેલું છે, એટલું ક્યાં સહેલું છે,
ત્યાં જીવન તો, પહેલી માં પહેલું છે.
સજાવટને જુઓ શમ્મા તણા હુશ્નની,
પતંગાને પહેલે થી,કહેણ તો મળેલું છે.
વિચારોમાં મગન,મન તૃષ્ણામાં ભોગી,
ને ત્યાગી પામો , ધર્મો માં કહેલું છે.
સફર માંહી જુદા નિશ્ચિત પડવાં નું,
આ ઘરથી ત્યાં કબર,અંતર મળેલું છે.
સ્વભાવિક હોય છે ,આનંદ જીવનમાં,
સહજતા માં જો , સમ દર્શન રહેલું છે.
-મોહનભાઈ આનંદ