Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*યજ્ઞ માં આહુતિ "*
*કેમ આપવા માં આવે છે ?*

*યજ્ઞ ની રચના કોણે કરી ?*

*યજ્ઞ અને હવન માં "*
*શું અંતર છે ?*

*યજ્ઞ સાથે જોડાયેલાં "*
*સવાલ ના જવાબ !!*

હિંદુ ધર્મ માં યજ્ઞ ની પરંપરા
વૈદિક કાળ થી ચાલી રહી છે.
હિંદુ ધર્મ ગ્રંથો માં મનોકામના
પૂર્તિ તથા અનિષ્ટ ને ટાળવા
માટે યજ્ઞ કરવા ના અનેક
પ્રસંગ મળે છે. રામાયણ અને
મહાભારતમાં એવા અનેક
રાજા ઓનું વર્ણન મળે છે,
જેમણે અનેક યજ્ઞ કર્યાં છે.
દેવતા ઓને પ્રસન્ન કરવા માટે
પણ યજ્ઞ કરવાની પરંપરા છે.
શાસ્ત્રો પ્રમાણે યજ્ઞ ની રચના
સૌ પ્રથમ પરમ પિતા બ્રહ્મા એ
કરી હતી !!
યજ્ઞ નું સંપૂર્ણ વર્ણન
વેદો માં મળે છે !!

યજ્ઞ નું બીજું નામ
અગ્નિ પૂજા છે.
યજ્ઞ થી દેવતા ઓને
પ્રસન્ન કરી શકાય છે સાથે જ
મનગમતું ફળ પણ પ્રાપ્ત કરી
શકાય છે. બ્રહ્મા એ મનુષ્ય
સાથે જ યજ્ઞ ની પણ રચના
કરી અને મનુષ્ય ને જણાવ્યું કે,
આ યજ્ઞ દ્વારા જ તમારી
ઉન્નતિ થશે. યજ્ઞ તમારી ઇચ્છિત
કામનાઓ, જરૂરિયાતો ને
પૂર્ણ કરશે. તમે યજ્ઞ દ્વારા
દેવતા ઓને પ્રસન્ન કરો,
તેઓ તમારી ઉન્નતિ કરશે.
ધર્મ ગ્રંથો માં અગ્નિ ને ઈશ્વર નું
મુખ માનવામાં આવે છે.
તેમા જે આહૂતિ આપવા માં
આવે છે, હકીકત માં
તે બ્રહ્મભોજ છે.
યજ્ઞ ના મુખ માં આહૂતિ આપવી,
પરમાત્મા ને ભોજન કરાવવા
સમાન છે. યજ્ઞ માં દેવતા ઓની
આવભગત થાય છે !!
ધર્મ ગ્રંથો માં યજ્ઞ નો ખૂબ જ
મહિમા ગાવામાં આવ્યો છે.
વેદ માં પણ યજ્ઞ નો વિષય
મુખ્ય છે. યજ્ઞ થી ભગવાન
પ્રસન્ન થાય છે !!

*યજ્ઞ સાથે જોડાયેલું વિજ્ઞાનઃ-*

યજ્ઞ એક મહત્ત્વપૂર્ણ વિજ્ઞાન છે.
તેમાં જે વૃક્ષ ની સામગ્રી ઓ નો
ઉપયોગ કરવામાં આવે છે,
તેમાં વિશેષ પ્રકાર ના ગુણ હોય છે.
કેવા પ્રયોગ માટે કયા પ્રકાર ની
સામગ્રી હોમવામાં આવે છે,
તેનું પણ વિજ્ઞાન છે.
તે વસ્તુ ઓના મિશ્રણ થી
એક વિશેષ ગુણ તૈયાર થાય છે,
જે બળવા થી વાયુ મંડળ માં
વિશિષ્ટ પ્રભાવ પેદા કરે છે.
વેદ મંત્રો ના ઉચ્ચારણ ની
શક્તિ થી તે પ્રભાવ માં વધારો
થાય છે. જે વ્યક્તિ તે યજ્ઞ માં
સામેલ થાય છે, તેના ઉપર
તથા વાયુમંડળ ઉપર
તેનો મોટો પ્રભાવ પડે છે.
વૈજ્ઞાનિકો અત્યાર સુધી
કૃત્રિમ વરસાદ લાવવા માં
સફળ થયા નથી, પરંતુ
યજ્ઞ દ્વારા વર્ષા નો પ્રયોગ
સફળ થાય છે.
વ્યાપક સુખ-સમૃદ્ધિ,
વર્ષા, આરોગ્ય, શાંતિ માટે
મોટા યજ્ઞો ની જરૂરિયાત પડે છે,
પરંતુ નાના હવન પણ પોતા ની
સીમા અને મર્યાદા ની
અંદર વ્યક્તિ ને લાભ આપે છે !!

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111618016
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now