દુન્યવી મર્યાદા હોય છે ત્રાજવાં ની,
જોને આદત કેવી રાખે માપવા ની;
ફેરવે કાતર છે જ્યાં ઉગતા જ જુઓને,
માળીઓ ની હોય આદત કાપવાની;
ભૂલ્યા ત્યાંથી ફેર ગણતા પછતાઈ ને,
જીંદગી ને ત્યાં પછી ફરી માંડવા ની ;
હેસિયત છે ,હોશિયારી સમજદારી,
મનની ગુલામી ,હિંમત કરે જાણવાની;
જો અજ્ઞાની માની, વેઠે છે દુઃખો જો,
ભુલ છે આનંદ વિના જીવન માણવાની;
-મોહનભાઈ આનંદ