Gujarati Quote in Blog by Ansh Rathore

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકસાહિત્યમાં સિંહ (સાવજ)ના દુહા:
હાકલ દીએ હીરણ્યમાં એની રાવળ સુધી રાડય;સિંહણજાયો છેડતા વડી વમાસણ થાય.
બાકર બચ્ચા લાખ, લાખે બિચારા;પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા.
જે હાથે હાથી હણ્યા મેડક કેમ હણાય ?કામિની કહે કંથડા તો તો સિંહણ દૂધ લજાય.
હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજર ફરે,પછી વયની વાતું નો હોય કેસર બચ્ચાને કાગડા.
ગિર ડુંગરની ગાળિયે, ડણકે દશે દિશ,સાવઝમાં છોગાળો કહું, ચાંપલિયો નરસિંહ.
ભડાં ભડ ભડકી જતાં, ઘટાટોપ ગર્ય ઘીંસ,વનરાઇયુંમાં વિચરે, ચાંપલિયો નરસિંહ.
પંડ મોટું ને પગ લુલો, તળપે હથ્થા ત્રીસ,ડણકે ગિરના ડુંગરે, ચાંપલિયો નરસિંહ.
મરદ તને મારવા કંઈ ભટકયા સોરઠ ભૂપ;ચાંપલિયો સ્વર્ગે ગયો, રૂડી વનરાઈનું રૂપ.
કળજગ આવ્યો ઠાકરો, જગત બધી જાણે,સાવઝની પથારીએ, શિયાળિયા મોજું માણે.
સાદુળા જે સિંહ, છ મહિના છોડે નહી; દાતા એના દિહ, જીવો એ ઝાઝું જાણજો.
ગજ હણવાના ગર્વથી, અધિક કરે ઉતપાત,સાવજ તું શૂરો ખરો, તદપિ તામસ તાત.
ભડ કેસર ને ભૂટિયો, બે આવ્યા બાથે,પડ લીધા પૃથ્વી તણાં, સોરઠને માથે.
ધર ધીંગી, ગરવો ધણી, માઢુ ધીંગામજજ;નકળંક કેસરી નીપજે, ધીંગા ખોખડધજજ.
નીચી દ્રષ્ટિ નવ કરે, મોટો જે કહેવાય,સિંહ લાંઘણો કરે, પણ ખડ નૅ એ ખાય.
લાંઘણ હો તો લાય, મગદળ કુંજર મારવા;ઈ ખડ નો ખાય, સાચું સોરઠિયો ભણે.
સાદુળો પિંજર પડયો, ભૂલે ન આપ સ્વભાવ,જદ જદ અવસર સાંપડે, બેગણો ખેલે દાવ.
કંથ મ જાઓ કવલખે, સિંહ છેડયો મ જાય,સિંહણજાયો છેડતાં, વડી વમાસણ થાય.
તું જાયો સિંહણ તણો, કેવાણો સિંહણકંથ;ભડ ભારથે ભીડતા, પગ પાછો ન ભરે પંથ.
ડાલામથ્થો ને દશહથ્થો, જબરી મોઢે મૂછ;સવા બે હાથનું પૂંછ, વકરેલો વનનો ધણી.
ગેલી સિંહણ બાવરી, એહા સિંહા કેરી સીમ,ઝાડ ગળા સો ગળ રહે, એવું વન છોડણ નીમ.
સસલા, તેતર, નાર, વગડે જઈ તગડે બધા,પણ સાવજ તણા શિકાર, કોક'જ ખેલે રાજિયા.
પોતાના પગ ઉપરે, જેને ભરોસો ઘણો,સાવજ ન સંઘરે, કાલનું ભાતું કાગડા.
સતી ને શુરની માતા, સંત ને ભકતની પ્રસુતા;કેસરી સિંહની જનેતા, તને નમન સૌરાષ્ટ્રની ધરણી.
બજારું જે નર બન્યા એનીબજારે જ કિંમત હોય,હાથી વેચાય હાટડે, પણસાવજ ન વેચાતો હોય
જટાળો સાવજ જમે,આઠ દિ'એ એકવાર,દિનમાં દસવાર તમેદાબડ્યા ભોજન દાદભા.
વધેલું વેરી દેય,સંઘરે નહી તલભાર,અમીના લ્યે ઓડકાર,ડાઢાળો સાવજ દાદભા.
કવિ દાદના સિંહ વિશે દુહા:

Gujarati Blog by Ansh Rathore : 111617641
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now