અઢી અક્ષર કો મંત્ર, પ્રથમ પ્રહલાદજી એ જાણ્યો;
તારાદે અને રોહિદાસ, રાજા હરિશ્વંદે વખાણ્યો.
પાંડવ પાંચ ભાઈ સતી દ્રૌંપદીજીએ માન્યો;
પણ બલી થયા બેહાલ, તોય એણે પૂરો ન પરમાણ્યો.
ગોપીયું થઈ ગુલતાન, ન ગણ્યો એણે લાભ કે હાણો;
પણ મીરાં મનમાં મુસ્કાય, ખડગ રાણાજીએ તાણ્યો.
ધ્રુવ, અમરીશ અને પ્રહલાદે તપાસી જોયું આવા તંતને;
દાસ "સવો" દીન સત કહે, જાઉ બલિહારી આવા સંતને.
★જય નારાયણ ★