Gujarati Quote in Thought by SHILPA PARMAR...SHILU

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વર્ષની સાથે આપણે કેટલા બદલાયા....!!

હમણાં હમણાં જ દિવાળીની રાજાઓ પુરી થઈ છે.કેલેન્ડરની તારીખો બદલાય ગઈ છે.લોકો નવા વર્ષમાં ફરીથી પોતાના કામમાં લાગી ગયા છે.બધું હતું એવું ને એવું જ છે ને...!! બદલાવ માત્ર કેલેન્ડરના આંકડાઓમાં જ દેખાય છે.

હવે સવાલ એવો થાય છે કે, "વર્ષની સાથે આપણે કેટલા બદલાયા...??" આપણી એકજેવી બિઝી લાઈફને આપણે કેટલી બદલી...!!આપણાં માટે જીવી શકાય એવો કોઈ સમય નક્કી કર્યો...!!આવા તો ઘણા સવાલો હશે જેના જવાબમાં આપણી પાસે કેહવા માટે માત્ર "ના" જ હશે.

અરે યાર,,વર્ષ બદલાયું છે તો તમે પણ તમારામાં જરાક બદલાવ લાવવાનું કેમ નથી વિચારતા...!! હવે તમને પાછો વિચાર આવશે કે બદલાવ એટલે...!!સ્વભાવ બદલી નાખવાનો...?? ના, અહીં વાત આપણી આદતો બદલવાની છે .એવી આદતો જે આપણે વર્ષોથી સાચવી રાખી છે. એવી આદતો જે આપણા જ દુઃખનું કારણ બનીને બેઠી છે.આપણે કેમ એ આદતો બદલાતા નથી...?? કદાચ બદલવા માંગતા જ નથી.એક માણસ ને એવું પૂછવામાં આવ્યું કે ,"તારી ખરાબમાં ખરાબ આદત શુ...??" એ માણસે મસ્ત જવાબ આપ્યો કે , "મારી એક પણ આદત ખરાબ છે હું એવું કહી કે સ્વીકારી શકતો નથી."

ખરેખર તો માણસને સંપૂર્ણ બનવું હોઈ છે.પોતાનામાં કંઈક ખૂટે છે એ સ્વીકારવું જ અઘરું હોઈ છે.સ્વીકાર્યા બાદ એને બદલવું સાવ સરળ છે.આપણને ખબર જ હોઈ છે કે,આપણામાં શુ ખૂટે છે બસ એ ખાલીપણું ભરવાની જ જરૂર હોય છે.બાકી જિંદગી એકદમ ખુબસુરત હતી,છે અને હંમેશા રેહવાની.વર્ષ બદલાતા જશે.જીવન ટૂંકું થતું રહેશે.બાકી રહી જશે તો માત્ર આપણામાં બદલાવ લાવવાનું.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે.....

जीने का रँगीन मौसम, ये खूबसूरत ज़माना
अपने यही चार पल हैं, आगे है क्या किसने जाना
जीना जिसे आता है वो इनमें ही मौज मना ले

-- SHILPA PARMAR...

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111616631
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now