પ્રેમથી આગળ કાન્હા તારું નામ લખું..
ચાલને તારી મારી પ્રિતને આ કાગળમાં સજાવું..
તારા વર્ણનમાં આ શાહિની લાઈન બનાવું..
ચાલને તારા મારા પ્રેમની સુગંધ શાહિ માં પૂરાવુ..
પ્રેમ સમજાવવા સરસ્વતીના પિટાર માંથી શબ્દ ચોરીની લાવું..
ચાલને તારી મારી મૌન તથા આંખોની ભાષા આ કાગળમાં ઉતારુ..
નવી ટેકનીકને દૂર કંઈક મૂકીને હું આવું..
ચાલને તારી મારી આહટની લાગણી હૈયામાં સમાડુ..
-Janavi Hingu