ઍક ઘરડી ડોસી ને
કવિતાની ચળ ઉપડી છે
બિચારી ડોશી વાર્તાઓ કહી કહી ને
થાકી ગઇ છે..
ડોશી અને વાંદરો....
વાંદરા લાપતા છે
એટ્લે ડોશી ને થયું
ચાલ
નગરમાં કવિઓ વધી ગયા છે.
તો એકાદ કવિને જાલું
ને કવિતા માથે મારું
પણ કવિઓ એ પાકા
ભલે જોડકણાં લખે કે લખે સૉનેટ
એમ થોડાં હાથમાં આવે
એટ્લે એ સમજી ને ડોશી ને વિચાર આવ્યો:
ચાલ મુજરો ગોઠવી દઉ
ને બન્યુ એવું જ
મુજરા માં કવિઓને જેવી કવિતા
ડોશી એ માથે મારી
કવિઓ એવાં નાચયા એવા નાચયા
મુજરો ભવ્યાતિભવ્ય.
-વિનુ બામણીયા "અતીત"
#વ્યંગ