વાયદા એનાં સમય સાથે સરી ગયા,
એકલા દર્દો હૃદયમાં જો રહી ગયા.
ફોન ઉપાડ્યો નહીં તો શું થયું?
તે અચાનક આજ રસ્તામાં મળી ગયા.
જિંદગીની આ કસોટીઓ ગમે છે,
દર્દ આપી એ સનમ આજે ખસી ગયા.
ધારણા કરતા મજા આવી
રમતમાં,
હાથમાં બાજી હતીને એ ડરી ગયા.
મોતનું સ્વાગત કરે 'આભાસ' હસતા,
ને દશા માઠી બધી જોઈ વળી ગયા.
-આભાસ