લોકોને ખુશ કરવામાં હું ખુશ છું
ખુદની તકલીફો સંતાડીને હું ખુશ છું,
નથી બતાવવી ગરજ મારે આ દુનિયાને
હું મારી દુનિયામાં ખુશ છું,
તકલીફ કોને નથી પડી જીવનમાં
હું મારી તકલીફોમાં ખુશ છું,
કાંટાળા જંગલમાં મેં મારી પથરાળ કેડી શોધી છે
હું મારા કેડી રૂપી રસ્તામાં ખુશ છું,