Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉપદેશ લીધાં પછી મૌન થઈને રહેવું ને,
રાખવું નિજસ્વરૂપમાં ધ્યાન રે,
ભેદવાદી સાથે બેસવું નહી ને
કથવું નહી અનુભવ કેરું જ્ઞાન રે - ટેક

વાદ વિવાદમાં ઉતરવું નહી ને,
કરવો સાચા સંતનો સંગ રે,
રહેણીમાં રહેવું રહેણીમાં ચાલવું ને,
ત્યાગવો માયા કેરો રંગ રે - ઉપદેશ

નિત્ય કરવું સમરણ નિજસ્વરૂપનું ને,
સુરતામાં રાખવું નિજનામ રે,
મન કર્મ વાણીને નિર્મળ રાખીને,
કરવા વહેવારના સઘળા કામ રે - ઉપદેશ

હું ને મારું મટી જાય જોને,
ત્યારે ખરા ઉપદેશી કહેવાય રે,
આવો સરળ બોધ છે જ્ઞાનયોગનો ને,
એતો સહજપણામાં સમજાય રે - ઉપદેશ

રાગ દ્વેષ કોઈના પર ન આણીએ ને,
રાખવી સમદ્રષ્ટિ વિશેષ રે,
દાસ દીપક કહે ગુરુના પ્રતાપે,
ત્યારે અહંકાર રહે નહી લેશ રે - ઉપદેશ

Gujarati Religious by બાબા સત્સંગી : 111611251
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now