વહી જો વખતમાં છે નાશ પછી,
ક્ષણો માં જ જીવન છે આશ પછી;
તમસ છોડી રાજસ મહીં તો રહેતા,
ને જોડી સતો ગુણ, ના દાસ પછી;
તજી ભોગ ઉપયોગ,આચરણ માંહી
ત્યાં મનનો છે લય , જો ખાસ પછી;
છે થોડી રમત ને,ગમત મોજ માણી,
સહજ પ્રકૃતિ આવે ,ત્યાં રાસ પછી;
છે આનંદમય અનુભવો , આપ માંહી,
મળે ત્યાં તો મુક્તિ કેવળ વાસ પછી;
-મોહનભાઈ આનંદ