28.નિરાંત સ્વામીની વાણી.
............................................
રામ રટણ ધૂન લાગી.
ગગન મે રામ રટણ ધૂન લાગી.
એસા હે કોઈ વેરાગી.
ગગન મે રામ રટણ ધૂન લાગી.ટેક...
અનભે આશન ઉપર બેઠા.
ઉલટ રહા રે સમાય.
અનુભવ નેત્ર સે નીરખન લાગા.
બોહર ન આવે જાય.
ગગન મે રામ રટણ ધૂન લાગી.ટેક...
સાહેબ સબ ઘટ એક સરખા.
આપ બીન નહી દુજા.
આત્મ રામે ઠરી મન થાકા.
સબ ઘટ સાહેબ સુજા.
ગગન મે રામ રટણ ધૂન લાગી.ટેક...
નામ નિરંજન ગુરૂ હી લખાવે.
સાહેબ સકલ પસારા.
ઘટ ઘટ રૂપ રામ કા સંતો.
બોલત હે સોહી પ્યારા.
ગગનમે રામ રટણ ધૂન લાગી.ટેક...
નહી કછુ સંશય શબ્દ કો ચિન્હો.
ઓર કહે સો અદીઠા.
નિરાંત નામ નિરંતર ચિન્હો.
બીન રસના રશ મીઠા.
ગગન મે રામ રટણ ધૂન લાગી.ટેક...