"દિવાળીપર્વ ૨૦૨૦"
જીવનને મોજ બનાવવાનું શોધો કારણ,
તો બની જશે તે વાઘબારસ;
રંગોળીના હશે રંગ સરસ,
તો કહેવાશે તે ધનતેરસ;
પ્રેમથી માનવતાને થજો વસ,
તો ગરીબ ઊજવી શકશે કાળીચૌદસ;
દિવા કરી બીજાની દૂર કરો રાત કાળી,
તો જ દેશમાં ન્યારી લાગશે દિવાળી;
બીજાને મદદ કરી અનુભવજો હર્ષ,
તો દરરોજ હશે નૂતન વર્ષ;
બીજાના દિલને હાશકારો દઈ તેને તું રીજ,
તો નહિ રહે ભાઈ અને બહેન વગર કોઈ ભાઈબીજ;
નફરત અને મતલબની નદીઓ ઊપર બાંધજો બ્રીજ,
તો બધાના ઘરે આવેલી હશે એક ત્રીજ;
જરૂરિયાતને મદદ કરી આપજો એક ઓથ,
તો દાન,પુણ્ય અને દાતારીની હશે એક ચાથ;
સળગાવી દો બધા ખોટા દેખાવાના જાજમ,
તો સુનેરી હશે બધાની લાભપાંચમ!
તારીખ:-૧૨-૧૧-૨૦૨૦થી શરૂ થયેલા દિવાળીપર્વની મારી અને મારા પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
-જયરાજસિંહ ચાવડા