"કૃષ્ણા"
મહાભારત નાં યુધ્ધ નાં અંતિમ ચરણ માં... અશ્વત્થામા એ મિત્ર દૂર્યોધન ની ઈચ્છા પૂરી કરવા અને આ પૃથ્વી ને નપાંડવી
કરવા ...રાત્રે ઉંઘ માં પાંડવો ને મારી એમનાં મસ્તક દૂર્યોધન ને સોંપવા નો નિર્ણય કરી નિકળ્યા.ત્યારે થનારાં અનર્થ ની કૃષ્ણ ને જાણ હોવાથી એમણે પાંડવો અને એમનાં પુત્રોની શિબિર બદલાવી દીધી.અને... ઉંઘતા પાડુંપુત્રો નો સંહાર થયો.આ વાતની દૂર્યોધન ને જાણ થતાં એને પણ બહુ જ દુઃખ થયું.અશ્વત્થામા ને સજા કરવા માટે પાંચાલી સામે લાવવા માં આવ્યાં.અને...અશ્વત્થામા ને સજા આપવા અર્જુન તરફથી એમને કહેવામાં આવ્યું.જેણે પોતાના પાંચ પાંચ પુત્રો ગુમાવ્યા.ભલે એ નિયતિ હતી.નિશ્ચિત હતી.અનિતી હતી. પાંચાલી ને એની પહેલે થી જાણ હતી.એની સાથે એનાં સખા ગોવિંદ હતા જ. છતાં...માતા નું હ્રદય તો ખરું જ ને.
એનાં અશ્વત્થામા ને ઉદ્દેશી ને કહેવાયેલા એ શબ્દો આજે આપણા જીવન માં અતિઆવશ્યક છે.
દ્રોપદી એ કહ્યું...આ તો ગુરુ પુત્ર છે.એને તો પ્રણામ કરાય.સૌથી પહેલા એમણે ગુરુપુત્ર અશ્વત્થામા ને પ્રણામ કર્યા.ત્યારે કૃષ્ણ સાથે સૌ આશ્ચર્ય માં હતાં કે... ધન્ય છે એ માતા ને જેણે એનાં પાંચ પાંચ પુત્રો ખોયા છતાં એનું આટલું વિશાળ હ્રદય છે.અને પછી...એને છોડી દેવા પાંડવો ને જણાવ્યું."હું ભલે પુત્ર વગર ની થઈ પણ...બીજી માતા ને પુત્ર વગરની નહીં થવા દઉં."એને માફ કર્યાં છે મેં અને હવે એને જવા દો.
કૃષ્ણ ચોધાર આંસુડે રડી પડ્યા.અને એકજ વાક્ય બોલી શક્યા """"ધન્ય છે તને મારી વ્હાલી સખી "કૃષ્ણા'.""""
"કૃષ્ણા" એટલે કૃષ્ણ ની આબેહૂબ છાયા.અને...એ ખરેખર સત્ય છે કે કૃષ્ણાવતાર માં દ્રોપદી એક સખી તરીકે કૃષ્ણ નાં હ્રદય ની સૌથી નજીક હતાં.આ નામ એમણે આખાં કૃષ્ણાવતાર માં એક પાંચાલી સિવાય કોઈ ને નથી આપ્યું.
"આ દીવાળી એ આપણે પણ એક નવતર પ્રયોગ કરી લઈએ.
કૃષ્ણા બનવા નો એક પ્રયત્ન તો કરી લઈએ
અશ્વત્થામા જેટલાં ખરાબ તો કોઈનાં ગૂના નથી હોતાં આપણાં...
છતાં પણ... "કૃષ્ણા" બની આપણે સૌને માફ કરી શકીએ."
મારાં જે મિત્રો જે મારાં હ્રદય માં માધવ ની નજીક છે.અજાણતાં જો કોઈ ભૂલ ચૂક થઈ હોય તો એનાં માટે આજે એક open platform પર માફી માગું છું.
માફી આપવી એ દરેક વ્યક્તિ ની ઈચ્છા નો વિષય છે.
આ મારો વર્ષ નાં અંતે કદાચ અંતિમ પ્રયાસ છે.આ પછી.. હું સંબંધો નાં આ ઋણાનુબંધ ને મારાં હ્દયે જીવનભર સાચવવા નાં વિશ્વાસ સાથે આ સંબંધો ને હું શ્વાસ આપીશ. મારાં અંતરાત્મા નાં બોજ ને આ રીતે જાહેરમાં હળવો કરી હવે... હું મારાં માધવ ને મારાં અસ્તિત્વ નો અહેસાસ આપીશ.
વર્ષભર ની પરિસ્થિતિ ઓ માટે વંદન કરીશ.
"ક્ષમા વીરસ્ય ભુષણં"
હું અશ્વત્થામા નથી કે તમેં "કૃષ્ણા"નથી.બસ...
કૃષ્ણા બનવા ની એક નવતર કોશિશ સાથે.
"ઋણાનુબંધ છે ઈશ્વર નો આપણાં આ સંબંધો
છોડનાર કે તોડનાર એ જ નક્કી કરે છે
આપણે તો એને હ્રદય માં સાચવી શકીએ
અનુબંધ ને અકબંધ આમ જ માણી શકીએ."
""ઋણાનુબંધ જીવનભર હ્રદયે સમેટી ને રાખ્યો છે,
ક્ષિતિજે આવતાં સૂરજ ને મેં સંબંધ બનાવી ઢાંક્યો છે.""
માધવ ની (મીસ.) મીરાં બનવા નાં એક પ્રયત્ન સાથે....
"જય શ્રી કૃષ્ણ"
મીસ. મીરાં