ખુલ્લી આંખે એક સમણું આયું;
દૂરથી કોઇ એક આપણું આયું;
સાદગી અને સુંદરતા છે અનુઠી,
ઉતાવળે એ અનલંકૃત જ આયું;
ખાધા હતા સમ નહીં આવવાના,
આજ અચાનક અનાવૃત આયું;
છે હજુ પ્રેમ કહે છે આ આંખો,
છતાં હોઠો પર ફરી અનૃત આયું;
ના આપ્યું કારણ આવવાનું કોઈ,
એ તો બસ અહેતુ અમસ્તું આયું;